Gujarat

વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા

By GS TEAM
28 Dec 20251 min read
વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ પકડાયા

- થર્ટી ફર્સ્ટને લઇ દારૂની હેરાફેરી 

- 80 હજારથી વધુ દારૂની 478 બોટલ, કાર, મોબાઇલ સહિત 3.84 લાખનો મુદ્દામાલ જપ્ત 

બગોદરા : થર્ટી ફર્સ્ટને લઇ દારૂની હેરાફેરી વધી છે જે વચ્ચે વટામણ ચોકડી પાસેથી કારમાંથી દારૂની ૪૭૮ બોટલ સાથે બે શખ્સો પકડાયો હતો. પોલીસે દારૂ, કાર સહિત ૩.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

વટામણ ચોકડી પાસેથી કોડ પોલીસે ગાડીમાંથી બાતમી આધારે તપાસ કરી હતી. કારમાં દરવાજા સહિતમાં છુપાવેલી વિદેશી દારૂની ૪૭૮ બોટલ કબજે કરી હતી. પોલીસે ૮૦ હજારથી વધુનો દારૂ, મોબાઇલ, કાર સહિતનો ૩.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ઉમેશ અરજલ બાલસ (રહે, જેપુર ગામ, તાલાલા, જિ, ગીરસોમનાથ) અને રાજન સવદાર નામના આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.