Get The App

વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા 1 - image


- લોકલ ક્રાઈમ બ્રાન્ચે માણેકવાડી પાસેથી બન્ને  શખ્સને ઉઠાવ્યા

- પોલીસે 1728 બોટલ દારૂ, કાર મળી કુલ રૂા. 8.57 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : જુની માણેકવાડી, દેરાસર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂ.૮.૫૭ ના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે,હરદેવ નરેશભાઇ ગોહિલ (રહે.વડવા,ભાવનગર ) તેની મારૂતિ ઇકો કાર રજી નં.જીજે-૦૪-ઈઈ-૩૧૨૮ માં બહારથી  ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી જુની માણેકવાડી, દેરાસર પાસેથી પસાર થઇને જવાના છે. જે બાતમી આધારે વોચ ગોઠવી આવી રહેલી કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૧૭૨૮ બોટલ રૂ.૫,૫૭,૫૬૮ મળી આવતા પોલીસે હરદેવ નરેશભાઇ ગોહિલ અને કિશન ભુપતભાઇ સોલંકી (ઉ.વ.૨૭ ધંધો-ફેબ્રીકેશન રહે.સાંઇઠ ફળી, કરચલીયા પરા,ભાવનગર ) ની વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ.૮,૫૭,૫૬૮ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે મદદગારી માં સામેલ કલ્પેશ નાથાભાઇ કોતર (રહે.સીદસર, ભાવનગર) મળી ત્રણેય વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 

Tags :