Get The App

ધંધુકાના હડાળા નજીકથી 3.9 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝબ્બે

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
ધંધુકાના હડાળા નજીકથી 3.9 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝબ્બે 1 - image


- સુરતના શખ્સ પાસેથી ગાંજો લાવ્યા હોવાની કબૂલાત

- ધંધુકા પોલીસે ગાંજા ઉપરાંત બાઈક મોબાઈલ મળી રૂ. 65 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો 

ભાવનગર : ધંધુકા પોલીસે બાતમીના આધારે ધંધુકાના હડાળાથી પાણશીણા રોડ પરથી ૩.૯ કિલો ગાંજાના જથ્થા સાથે બે પેડલરને ઝડપી કરી લિધા હતા. બન્ને સુરતના શખ્સ પાસેથી આ જથ્થો લાવ્યાનું પોલીસ તપાસમં ખુલ્યું હતું. 

આ બનાવની વિગત એવી છે કે, ધંધુકા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના હડાળાથી પાણશીણા રોડ ઉપરથી અશ્વિન પ્રભાતભાઈ ડાભી તથા મહેન્દ્રસિંહ વિરસંગભાઈ સોલંકી (રહે.બન્નેહડાળા,તા.ધંધુકા) મોટરસાયકલ નંબર જીજે.૩૮.એઈ.૦૫૭૨ પર નશાકારક પદાર્થ ગાંજો લઇને વેચાણ કરવા માટે નિકળનાર છે.જે બાતમીના આધારે ટીમે હડાળાથી પાણશીણા રોડ હડાળા ગામની સીમ નદી પાસે રોડ પર વોચ ગોઠવી ઉક્ત બન્નેને શંકાના આધારે અટકાવ્યા હતા. અને બન્નેની તલાશી લેતા ત્મના કબ્જામાંથી રૂા.૩૯,૫૨૦ની કિંમતનો ૩,૯૫૨ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બન્ને શખ્સ પાસેથી ગાંજા ઉપરાંત બાઈક ,રોકડ રકમ ,મોબાઈલ મળી રૂ.૬૫,૭૬૦ના મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં તેમન્ આ જથ્થો સુરતના માલ્યા નામના શખ્સ પાસેથી વેચાણ કરવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. ધંધુકા પોલીસે ત્રણેય શખ્સ વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કરી છે.

Tags :