Get The App

તળાજા શહેરમાંથી દારૂની 162 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
તળાજા શહેરમાંથી દારૂની 162 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા 1 - image


બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો 

પોલીસે શંકાના આધારે બે શખ્સ પાસે રહેલાં ચાર થેલાની તલાશી લેતાં રૂા.૭૮ હજારથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો

ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તળાજા શહેરમાથીં વિદેશી દારૂની ૧૬૨ બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. 

તળાજા શહેરમાં બે ઈસમો થેલામાં દારૂની હેરફેર કરતા હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વૉચ રાખી હતી અને શંકાના આધારે તળાજા સર્વિસ રોડથી શહેરમાં થેલાઓ સાથે પ્રવેશતાં બે શખ્સને શંકાના આધારે અટકાવ્યા હતા. બન્નેના હાથમાં રહેલાં થેલાની તપાસ કરતાં કાળા અને લાલ કલરના ચાર થેલામાં ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાંડની વિદેશી દારૂની કુલ ૧૬૨ બોટલ મળી આવી હતી. ટીમે આ થેલાના કબ્જેદાર આશિફ ઉર્ફે આશિક સદરૂદિનભાઇ જમાણી (રહે. ફાતેમા સોસયટી,મહુવા) અને રણજીતભાઇ હિંમતભાઇ બારૈયા (રહે.જનતા પ્લોટ,મહુવા)ને કુલ રૂ.૭૮,૯૦૮ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બન્ને વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ તળે ગુનો નોંધ્યો હતો. 

Tags :