રિવરફ્રન્ટ રોડ પરથી દારૃની 120 બોટલ સાથે બે શખ્સ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં
દારૃના બે દરોડામાં ત્રણ ઝડપાયા
વડનગર
કેનાલ પરથી દારૃની બોટલ સાથે એક ઝડપાયોઃ ચાર શખ્સ સામે ગુનો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર એ-ડિવીઝન
પોલીસે શહેરી વિસ્તારમાં અલગ-અલગ દારૃના બે દરોડામાં દારૃની ૧૨૦ બોટલ ઝડપી પાડી હતી. પોલીસે બંને દરોડામાં ત્રણ શખ્સને ઝડપી
પાડી ચાર શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર
એ-ડિવીઝન પોલીસે વડનગર વિસ્તારમાં આવેલી કેનાલ પરથી પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો ટીટી
ગોવિંદસિંહ ડોડીયાને દારૃની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે સોનાપુર પાસે રિવરફ્રન્ટ
રોડ પરથી આરીફભાઈ ઉર્ફે તોતડો સાઉદ્દીનભાઈ જામ (રહે.સુુધારા પ્લોટ, રતનપર) અને મુસ્તુફા ઉર્ફે
રાજા હબીબભાઈ માણેક (રહે.મીયાણાવાડ શેરી નં.૨)ને ઈંગ્લીશ દારૃની નાની બોટલ (ચપલા નંગ-૯૦)
કિંમત રૃા.૯,૦૦૦, અન્ય મોટી બોટલ ૩૦ નંગ
(કિં.રૃા.૧૨,૦૦૦) તેમજ ટુ વ્હીલર કિંમત રૃા.૬૦,૦૦૦, મોબાઈલ ફોન કિંમત રૃા.૫,૦૦૦
સહિત કુલ રૃા.૮૬,૦૦૦ સાથે ઝડપી પાડયા હતા. આરોપીઓની પુછપરછ કરતા
લખતરના તલવણી ખાતે રહેતો શખ્સ વિકિભાઈ સાગરભાઈ ચોર્વસીયાવાળા પાસેથી ઈંગ્લીશ દારૃનો
જથ્થો વેચાણ માટે આપી જતો હોવાનું કબુલાત કરી હતી. આથી પોલીસે ત્રણેય વિરૃધ્ધ ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી છે.