વડોદરામાં પેસેન્જરને છરી બતાવી લૂંટ કરનાર બે શખ્સ ઝબ્બે : રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબ્જે
Vadodara Crime : વડોદરા શહેરના છાયાપુરી રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરને છરી બતાવી લુંટ કરી બે શખ્સો ભાગી ગયા હતા. ત્યારે રેલવે એલસીબી પોલીસે મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત અલગ અલગ ટીમો બનાવીને લૂંટ કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
પોલીસ અધિક્ષક અભય સોની પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા મિશન ક્લીન સ્ટેશન અભિયાન ચલાવવામાં આવેલ હોય જે અંતર્ગત રેલ્વે ટ્રેનો તથા રેલ્વે સ્ટેશન ઉપર બનવા પામેલા ચોરીઓના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા ખાસ સુચનાઓ આપવામાં આવી છે. જેના આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતાં. તે દરમ્યાન બાતમી હકિકત તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે માહિતી મળેલ કે, છાયાપુરી રેલ્વે સ્ટેશન ખાતે થયેલ લુંટ કરવાવાળા ઇસમો વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે.નં.6 રીઝર્વેશન ઓફીસની પાછળ બે ઇસમ સોનુ મનિષભાઇ શર્મા તથા નજરૂલ જમશેદઅલી શેખ અને નિર્મલ ઉર્ફે બર્જુન ઉર્ફે કાઠીયાવાડી હસમુખભાઇને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 1.05 લાખ અને બે મોબાઈલ રૂપિયા 16000 મળી કુલ 1.21 લાખનો મુદ્દા માલ બંને પાસેથી રિકવર કર્યો હતો.