Get The App

પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા 1 - image


પીકઅપ વાહનમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર

પશુધન સાથે ઝડપાયેલા શખ્સોને માર મારી ધમકી આપી : ધંધુકા પોલીસમાં જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ

ભાવનગર: પીકઅપ વાહનમાં ક્રુરતાપૂર્વક પશુધન લઈને જઈ રહેલા બે શખ્સ સામે ધંધુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો. જ્યારે પશુધન સાથે ઝડપાયેલા શખ્સોને અજાણ્યા ચાર શખ્સોએ માર મારી ધમકી આપી હોવાની અન્ય એક ફરિયાદ ધંધુકા પોલીસમાં નોંધાઈ છે.

બનાવ અંગે મળતી વિગતો અનુસાર ધંધુકા નજીક જીજે-૦૪-ડબલ્યુ-૦૩૯૯ નંબરના પીકઅપ વાહનમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના ક્રુરતાપુર્વક બે ભેંસોને બાંધી કતલખાને લઈ જતાં ડ્રાઈવર ઈમરાન રજાકભાઈ લાખાણી (રહે.ગઢડા) અને ક્લિનર જીતેશ ભીમાભાઈ ચુડાસમા (રહે. બોટાદ)ને વિજયભાઈ નામના વ્યક્તિ ધંધુકા પોલીસ મથકે લાવ્યા હતા. બન્ને શખ્સોએ પશુઓની હેરફેર કરવાની કોઈ પરમિશન કે આધાર પુરાવા વિના ભેંસોને પીકઅપ ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા હતા. જેમની વિરૂદ્ધ ધંધુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે બીજી તરફ ઈમરાનભાઈ રજાકભાઈ લાખાણી (રહે.ગઢડા)એ ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ પીકઅપ વાહનમાં ભેંસો લઈને ભરૂચ જઈ રહ્યાં હોય ત્યારે લીંબડી ત્રણ રસ્તા પાસે બે બાઈક પર ચાર અજાણ્યા ઈસમોએ આવી તેમનું વાહન અટકાવી ભેંસો ભરીને આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેમને તથા તેમના મિત્ર જીતેશભાઈ ચુડાસમાને મુઢ માર માર્યો હતો. આ અંગે ધંધુકા પોલીસે અલગથી ફરિયાદ નોંધી હતી.

Tags :