Get The App

માંજલપુરમાં એક જ જગ્યાએ ત્રણ દિવસમાં દારૃની બે રેડ

અગાઉ પિતા પકડાયા અને હવે પુત્ર ઃ બે રેડમાં ૬૯હજારનો દારૃ કબજે

Updated: Mar 6th, 2025

GS TEAM


Google News
Google News
માંજલપુરમાં એક જ જગ્યાએ ત્રણ દિવસમાં દારૃની બે રેડ 1 - image

વડોદરા,માંજલપુર વિસ્તારમાં  છેલ્લા ત્રણ દિવસમાં એક જ સ્થળે દારૃ વેચતા પિતા - પુત્રને   પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ત્રણ દિવસમાં ૬૯ હજારનો દારૃ કબજે કર્યો છે.

પીસીબી પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, માંજલપુર કોતર તલાવડી મેલડીનગરની બાજુમાં ઝૂંપડી બનાવીને રાજ વારકે દારૃનો ધંધો કરી રહ્યો છે. જેથી, પી.આઇ. સી.બી.ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા  રવિ ગણેશભાઇ વારકે મળી આવ્યો હતો. ઝૂંપડામાંથી પોલીસને  દારૃની ૧૩૨ બોટલ કિંમત રૃપિયા ૨૪હજારની મળી આવી હતી. પોલીસે રવિ વારકેના ભાઇ રાજને વોન્ટેડ જાહેર કર્યો છે. ત્રણ દિવસ પહેલા પણ પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરીને ગણેશ શંકરરાવ વારકેને ઝડપી પાડયો હતો. દારૃની ૨૨૪ બોટલ કિંમત રૃપિયા ૪૫,૫૦૦ ની કબજે કરી હતી. તે જ જગ્યાએ તેના પુત્રો દારૃ વેચતા હતા.

રાજ વારકે સામે માંજલપુરમાં જ પ્રોહિબીશન અને મારામારીના કુલ ૧૬ કેસ થયા છે અને ત્રણ વખત પાસામાં જઇ આવ્યો છે. જ્યારે રવિ વારકે સામે મર્ડર, મારામારી અને પ્રોહિબીશનના ત્રણ ગુના નોંધાયા છે.  ગણેશ વારકે સામે માંજલપુરમાં મર્ડર અને પ્રોહિબીશનના મળીને કુલ ૮ ગુનાઓ નોંધાયા છે અને એક વખત  પાસામાં પણ જઇ આવ્યો છે.

Tags :