વડોદરા નજીક મોટી કોરલ અને વિરોદ ગામે બે મહાકાય મગરનું રેસ્ક્યુ
વડોદરા: વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 5 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં મોટી કોરલ ખાતે અને વિરોદ ગામે મગરનું રેસ્ક્યુ કરતા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
વડોદરા પાસે નર્મદા કિનારે આવેલા મોટી કોરલ ખાતે 10 ફૂટનો મગર નદીમાંથી કેળાના ખેતરમાં આવી જતા વડોદરાના જીઓ દયા કાર્યકર જયેશ પટેલ અને ટીમના માણસોએ દોડતી બે કલાકની મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ફોરેસ્ટ વિભાગે નર્મદા નદીમાં છોડી દેવા માટે કહેતા મગરને નદીમાં છોડવામાં આવ્યો હતો.
આવી જ રીતે વડોદરા પાસેના વિરોદ ગામના તળાવમાંથી પાંચ ફૂટના મગરનું વડોદરા ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વિરોદ ગામે બીજો પણ એક મગર આવી ગયો હતો. જ્યારે પોર પાસે એક ખાનગી કંપની માથી પણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માંજલપુરના કંચનપુરા ગામે એક મગર નદીમાંથી રહેણાંક વિસ્તારમાં આવી જતા એક યુવકે હિંમત કરીને મગરને પકડી લીધો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી સોંપી દીધો હતો.