પંચમહાલના શહેરા-વાઘજીપુર રોડ પર ગમખ્વાર અકસ્માત, 2ના ઘટનાસ્થળે મોત

Accident On Shehra-Waghjipur Road Panchmahal: પંચમહાલના શહેરામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરા-વાઘજીપુર રોડ પર અકસ્માત સર્જાતા બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. અકસ્માતના બનાવને લઈને પોલીસ અને મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શહેરા-વાઘજીપુર રોડ પર આવેલી પાદરડી ચોકડી પર આજે ગુરુવારે (16 ઓક્ટોબર) રાત્રે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં બાઈક ઉપર સવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બંને યુવકો ચલાલી તરફથી જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી
આ દુર્ઘટનામાં સુરેલી ગામના મુકેશ પગી અને પાદરડી ગામના હિતેશ પટેલ નામના યુવકનું મોત થયું હતું. ઘટનાની જાણ પરિવારજનોને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતક બંને યુવકોના મૃતદેહને પીએમ માટે શહેરા સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.