Gujarat
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ
By GS TEAM
1 Apr 20261 min read

વડોદરા,કારેલીબાગ મુક્તાનંદથી પાણીની ટાંકી ચાર રસ્તા તરફ બાઇક પર જતા સમયે રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા પિતા,પુત્ર સહિત ત્રણ રોડ પર પટકાતા ઇજા થઇ હતી.
પ્રતાપનગર વુડાના મકાનમાં રહેતા ૧૫ વર્ષના કિશોર તથા ૧૧ વર્ષનો બાળક બાઇક પર કારેલીબાગ મુક્તાનંદથી પાણીની ટાંકી ચાર રસ્તા તરફ જતા હતા. તે દરમિયાન કૂતરૃં રસ્તા વચ્ચે આવી જતા તેઓ રોડ પર પટકાતા ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સયાજીગંજ રામચંદ્રની ચાલીમાં રહેતા ૩૮ વર્ષના નિલેશ અજીતસિંહ ચાવડા તથા ગાજરાવાડી પટેલ ફળિયામાં રહેતા ૬૯ વર્ષના નરેન્દ્રભાઇ વસંતભાઇ મિસ્ત્રી જાંબુવા બ્રિજ નીચેથી તરસાલી તરફ જતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તેઓ બાઇક પરથી નીચે પટકાતા ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.








