ગાંગડ ગામ પાસે ડમ્પર, એસટી બસ અને ઇકો વાન અથડાતા બેને ઈજા

- બગોદરા-ધોળકા હાઈવે પર ત્રિપલ અકસ્માત
- ડમ્પર ચાલકે સિગ્નલ બતાવ્યા વગર રોડ ક્રોસ કરતા અકસ્માત સર્જાયો : ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાય
બગોદરા : બગોદરા-ધોળકા રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગાંગડ ગામ નજીક સરકારી બસ, ડમ્પર અને ઈકો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોને ગંભીર રીતે ઈજાઓ થવા પામી હતી. જેઓને ઈમરજન્સી ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હાઇવે રોડ ઉપર દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે ત્યારે બગોદરા ધોળકા હાઈવે પર આવેલા ગાંગડ ગામ પાસે ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એક ડમ્પર ચાલક હાઇવે સિગ્નલ બતાવ્યા વગર અચાનક પુર ઝડપે ડમ્પર હંકારી રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ડમ્પર ચાલક રોંગ સાઈડમાં આવી જતા બગોદરા તરફથી આવી રહેલી દાહોદના ઝાલોદ-ગોંડલ રૂટની એસટી બસ ધડાકાભેર અથડાતા બસ બાજુના ખેતરમાં ખાબકી હતી. બસમાં બેઠેલ ૪૫ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બસની પાછળ આવી રહેલી ઈકો ગાડી બસ પાછળ અથડાતા ઇકો વાનમાં સવાર મિતુલભાઈ વાલજીભાઈ ચૌહાણ (ઉં.વ.૩૦, રહે. ગુંદી ગામ, તા.ધોળકા)ને અને અન્ય એક એમ બે લોકોને ઈજાઓ થવા પામી હતી.બ ગોદરા ૧૦૮ દ્વારા તેમને ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ બગોદરા પોલીસને થતા એસટી બસના ચાલકની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
ધોળકા બાજુથી આવી રહેલા દાહોદના ઝાલોદ-ગોંડલ રૂટની એસટી બસ સાથે ડમ્પર ચાલક અથડાયો હતો. ત્યારે બસ ન ચાલે કે ખાલી સાઇડમાં બસ ઇકો વાનનો ચાલક પણ અથડાયો હતો જેમાં ઇકો વાનમાં સવાર મિતુલભાઈ વાલજીભાઈ ચૌહાણ (ઉં.વ.૩૦, રહે. ગુંદી ગામ, તા.ધોળકા)ને અને અન્ય એક એમ બે લોકોને થતા બગોદરા ૧૦૮ દ્વારા તેમને ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ બગોદરા પોલીસને થતા એસટી બસના ચાલકની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.








