Gujarat

સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ

By GS TEAM
28 Nov 20251 min read
સતત બીજા દિવસે ઈન્ડિગોની બે ફ્લાઇટ્સ રદ થઇ

વડોદરા: વડોદરા- મુંબઈ અને મુંબઇ-વડોદરા વચ્ચેની હવાઈ મુસાફરીમાં સતત બીજા દિવસે અવરોધ ઊભો થયો છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, આજે  ઈન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ ઓપરેશનલ કારણોસર રદ્દ કરવામાં આવી હતી. બે ફ્લાઇટ રદ થતાં આજે પણ ૨૫૦ થી ૩૦૦ મુસાફરોએ પરેશાની ભોગવવી પડી હતી.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે તેમાં ફ્લાઇટ નંબર ૬ઈ-૫૧૨૬ (મુંબઈથી વડોદરા ) અને ફ્લાઇટ નંબર ૬ઈ-૬૦૮૭ (વડોદરાથી મુંબઈ ) નો સમાવેશ થાય છે.મહત્વનું છે કે, આ પહેલા ગુરુવારે પણ ઈન્ડિગોની ફ્લાઇટ્સ ૬ઈ-૨૧૬૮ અને ૬ઈ-૫૧૩૮ પણ રદ્દ કરવામાં આવી હતી.

સતત બે દિવસમાં ચાર ફ્લાઇટ્સ રદ્દ થવાથી મુંબઈ-વડોદરા રૃટના મુસાફરોના આયોજન પર ગંભીર અસર પડી છે. ફ્લાઇટ રદ થતા મહત્વના કામ માટે જઇ રહેલા અનેક પેસેન્જરોની હાલત કફોડી બની ગઇ હતી. કેટલાક મુસાફરોને અન્ય ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હતા.