Gujarat

ગોરવા અને કારેલીબાગના બે મકાનોમાં ચોરી,કેમેરાનું ડીવીઆર પણ લઇગયા

By GS TEAM
20 Dec 20251 min read
ગોરવા અને કારેલીબાગના બે મકાનોમાં ચોરી,કેમેરાનું ડીવીઆર પણ લઇગયા

વડોદરાઃ કારેલીબાગ અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના જુદાજુદા બે ગુના નોંધાયા છે.

કારેલીબાગના ઓમશાંતિ માર્ગ  પર અશોક સોસાયટીમાં રહેતા મિતેષભાઇ રાણાએ કહ્યું છે કે,ગઇ તા.૧૮મીએ રાતે તેમના બંધ મકાનના દરવાજાનો નકૂચો તોડી ત્રાટકેલા ચોરો દાગીના અને રોકડ મળી કુલ રૃ.૧.૧૨ લાખની મતા ચોરી ગયા હતા.

જ્યારે,ગોત્રીની હરિનગર સોસાયટીના એક મકાનમાં બારીની ગ્રીલ કાઢીને ત્રાટકેલા ચોરો તિજોરીમાંથી દાગીના ઉપરાંત કપડા, ચાદર અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિતની રૃ.૩૭૫૦૦ની મતા ચોરી જતાં ચંદ્રિકાબેન શાહે ફરિયાદ નોંધાવી હતી.