Gujarat
વડોદરાના પંડયા બ્રિજ અને રેસકોર્સમાં રાતે એક કલાકમાં બે અછોડાની લૂંટ
By GS TEAM
10 Jul 20251 min read

વડોદરાઃ શહેરના રેસકોર્સ અને પંડયા બ્રિજ વિસ્તારમાં ગઇરાતે એક જ કલાકમાં બે અછોડા તૂટવાના બનાવ બન્યા હતા.જે બંને બનાવોમાં એક જ ગેંગ હોવાની શક્યતા દેખાઇ રહી છે.
વાસણારોડની સ્પ્રિંગ બ્લોસમ સોસાયટીમાં રહેતો અને સાયબર કેફે ધરાવતો કરણ નંદા નામનો યુવક તા.૯મીએ રાતે ૧૧ વાગ્યાના અરસામાં સંગમથી નીકળી ઘરતરફ જતો હતો ત્યારે પંડયા બ્રિજ પર બાઇક પર આવેલા બે લૂંટારાએ તેના ગળામાંથી ચાર તોલાની ચેન લૂંટી હતી.બંને લૂંટારાએ મોંઢે માસ્ક પહેર્યા હતા અને નંબર પ્લેટ નહતી.જે અંગે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
ઉપરોક્ત બનાવ બાદ ૧૨ વાગ્યાના અરસામાં રેસકોર્સ જીએસટી ભવન પાસે કાજલ અગ્રવાલ(ન્યુ આઇપીસીએલ રોડ, રિધ્ધી સિધ્ધી ફ્લેટ્સ)તેના પતિ સાથે સ્કૂટર પર બેઠી હતી ત્યારે બાઇક પર આવેલા બે લૂંટારા તેનો એક તોલાનો અછોડો લૂંટી ગયા હતા.જેથી અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.








