Gujarat

આણંદના ખંભાતમાં બે, તારાપુર- બોરસદમાં દોઢ ઈંચ વરસાદ

By GS TEAM
26 Jun 20251 min read
આણંદના ખંભાતમાં બે, તારાપુર- બોરસદમાં દોઢ ઈંચ વરસાદ

આણંદ: આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ સર્જાયેલું છે. ત્યારે આજે પણ સવારથી આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. જિલ્લામાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક સુધી સરેરાશ ૧ ઈંચ વરસાદ પડયો હતો. ત્યારે ખંભાતમાં બે જ્યારે તારાપુર અને બોરસદમાં દોઢ- દોઢ ઈંચ વરસાદ પડયો હતો. આણંદ જિલ્લામાં બુધવારે સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે બેથી ૪ વચ્ચે ખંભાતમાં ૪૩ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં ગુરૂવાર સવારે ૪ વાગ્યા સુધી વિવિધ જગ્યાએ વરસાદ પડયો હતો. તારાપુરમાં ૪૦, સોજીત્રામાં ૨, ઉમરેઠમાં ૧૧, આણંદમાં ૧૫, પેટલાદમાં ૭, ખંભાતમાં ૪૯, બોરસદમાં ૩૮ મિ.મી. વરસાદ પડયો હતો. ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. 

મોસમનો કુલ વરસાદ ૧૪ ઈંચ જેટલો થઈ ગયો છે. સૌથી વધુ ખંભાતમાં ૪૯૮ મિ.મી. એટલે કે લગભગ ૨૦ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં ૪ ઈંચ નોંધાયો છે.