Gujarat

દહેગામ તાલુકામાં સાડા પાંચ માણસામાં અઢી પાટનગરમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર

By GS TEAM
27 Jul 20252 mins read
દહેગામ તાલુકામાં સાડા પાંચ  માણસામાં અઢી પાટનગરમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર

હવામાન વિભાગ દ્વારા કરાયેલી રેડએલર્ટની આગાહીના પગલે

કલોલ-ગાંધીનગર પંથકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો ઃ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સ્થાનિક લોકોને પરેશાની ઃ જિલ્લામાં હજુ વરસાદની આગાહી

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદની અવિરત ગતિ ચાલુ રહી હોય તે પ્રકારે રવિવારે જિલ્લામાં વરસાદ ચાલુ રહ્યો હતો.તો શનિવારે રાત્રિના સમયે શરૃ થયેલો વરસાદ રવિવારે પણ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલનો અહેસાસ થયો હતો.તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ દહેગામમાં સાડા ૫, માણસામાં અઢી, કલોલમાં અને ગાંધીનગર તાલુકામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.વરસાદના પગલે  શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા રિસાયા હોય તેમ વાતાવરણમાં પલટો આવતો હતો અને વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા.તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાકથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો  છે.તો બીજી તરફ ચોમાસાની મોસમનો અત્યાર સુધી ૫૦ ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે.ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે શનિવારે મોડી રાત્રે વરસાદ પડયો હતો.

બીજી તરફ  ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જે અંતર્ગત વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડી રહ્યો છે.તો દહેગામ, માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે.ત્યારે રવિવારે પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો.તો રાજ્યના પાટનગરમાં પણ ધીમીધારે વરસાદ પડયો હતો.જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

 જિલ્લાના દહેગામમાં સાડા ૫ ઇંચ માણસામાં અઢી ઇંચ અને કલોલ તથા ગાંધીનગર તાલુકામાં સવા ઇંચ જેટલો છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ પડયો છે. શનિવારે રાત્રિના સમયે શરૃ થયેલા વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. તો ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે.ત્યારે ગાંધીનગર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદી માહોલ છવાયો છે.વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદી પાણી ભરાવાથી ભુવા પડી ગયા હતા. તો અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા. ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી.તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.