Vadodara Hit and Run : વડોદરામાં અકસ્માતના બનાવવાનો સિલસિલો સતત જારી રહ્યો છે. જેમાં કારેલીબાગ અને ગોરવા વિસ્તારમાં હીટ એન્ડ રનના વધુ બે કિસ્સા બન્યા છે.
વીઆઈપી રોડ પર અંબિકા દર્શન ડુપ્લેક્સમાં રહેતી ખુશી ભટ્ટજીએ પોલીસને કહ્યું છે કે ગઈકાલે બપોરે સ્કૂટર ઉપર મારી બહેનપણીને મળવા માટે નીકળી ત્યારે અમિત નગર સર્કલ પાસે સિગ્નલ ચાલુ થતાં હું આગળ વધી હતી. તે દરમિયાન એક વાનના ચાલકે બેદરકારી પૂર્વક વાન ચલાવીને મને ટક્કર મારતા પડી ગઈ હતી અને ફેક્ચર થયું હતું. ત્યારબાદ વાનવાળો મને હોસ્પિટલ સુધી લઈ ગયો હતો અને ત્યારબાદ બહારથી જ ચાલ્યો ગયો હતો. જેથી હરણી પોલીસે વાહન ચાલકની તપાસ કરી છે.
બીજો એક બનાવો ગોરવામાં બાપુની દરગાહ પાસે બન્યો હતો. જેમાં પાદરા ગામે હાઉસિંગ બોર્ડમાં રહેતાકનુભાઈ પ્રજાપતિએ પોલીસને કહ્યું છે કે તા.26 મીએ રાત્રે હું બાઈક લઈને પત્ની સાથે મજુનગર ચાર રસ્તાથી બાપુની દરગાહ તરફ જતો હતો ત્યારે બાપુની દરગાહ ચાર રસ્તા પાસે એક કાર ચાલકે ટક્કર મારતા અમે બંને જણા પડી ગયા હતા. જેમાં મને પગે અને મારી પત્નીને માથાના માગે ઈજા થઈ હતી. ગોરવા પોલીસે બનાવ અંગે ગુનો નોંધ્યો છે.


