વડોદરામાંથી પોશ ડોડાના રૂ.પાંચ લાખના જથ્થા સાથે પકડાયેલા કેસમાં બે દોષિત, એક નિર્દોષ
Vadodara Court : વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં જરોદ હોસ્પિટલ ચાર રસ્તા ખાતે એસઓજીની ટીમ વાહન ચેકિંગમાં હતી ત્યારે આવેલી બોલેરો વાનને રોકીને તપાસ કરતા વાનમાં સવાર બે વ્યક્તિએ પોતાના નામ રાકેશ શંકર ગાયરી તથા વિનોદ રમેશ મીણા હોવાનું જણાવ્યું હતું. બોલેરો વાનમાં તપાસ કરતાં લસણની ગુણો નીચેથી રૂ.5.74 લાખથી વધુના 191 કીગ્રા.થી વધુના પોશ ડોડાનો જથ્થો મળ્યો હોવાના તા.25-1-2022ના બનાવમાં જથ્થો આપનાર સહિત ત્રણે આરોપીઓનો કેસ વડોદરાની એનડીપીએસ કોર્ટમાં ચાલી જતા અદાલતે માલ આપનારને નિર્દોષ ઠરાવ્યો હતો. જ્યારે અન્ય બંને આરોપીને ગુનામાં દોષિત ઠરાવી અદાલતે સજા સંભળાવવા મુલતવી રાખી હતી.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા નજીકની જરોદ હોસ્પિટલ પાસે એસ.ઓ.જી પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે બોલેરો વાન શકમંદ જણાઈ હતી. વાન ચાલકને રોકી ઉચ્ચ વર્ષ કરતાં ડ્રાઇવર અને તેના સાગરીતે પોતાના નામ રાકેશ શંકર ગાયરી અને વિનોદ રમેશ મીણા હોવાનું જણાવ્યું હતું. વાનમાં તપાસ કરતા લસણની ગુણો નીચેથી રૂપિયા 5,74,740 નો 191.580 કિલોગ્રામ પોશ ડોડાનો જથ્થો મળ્યો હતો. માલ આપનાર બાબતે પૂછતા જથ્થો ભગવત ચમન સિસોદિયા(રાજપુત) દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય આરોપીઓનો કેસ વડોદરાના એનડીપીએસ જજ સલીમ.બી.મન્સૂરીની અદાલતમાં ચાલી ગયો હતો. અદાલતે માલ આપનાર આરોપી ભગવદ સિસોદિયાને રૂપિયા 25 હજારના જામીન અને તેટલી જ રકમના જાત મુજબ પર નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યો હતો. જ્યારે આરોપી ગાયરી અને આરોપી વિનોદ વીણાને ગુનામાં દોષિત ઠરાવી સજા અંગે સાંભળવાના જરૂરી હોવાથી સજા અંગે સાંભળવા પર અદાલત મુલતવી કરાઈ હતી.