Gujarat

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં બે વિશાળકાય વૃક્ષ ધરાશાયી : ચાની લારીવાળાની રોજગારી છીનવાઈ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
આજે સવારે નિઝામપુરા વિસ્તારમાં બે વિશાળકાય વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો. બીજી તરફ એક વૃક્ષ ચાની લારી પર પડ્યું હતુ. જેમા લારીની ખુરદો બોલાઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં બે વિશાળકાય વૃક્ષ ધરાશાયી : ચાની લારીવાળાની રોજગારી છીનવાઈ

Vadodara : ચોમાસાના પ્રારંભ સાથે જ વડોદરા શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગઈકાલે ભારે પવન સાથે વરસેલા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના પગલે આજે સવારે નિઝામપુરા વિસ્તારમાં બે વિશાળકાય વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો. બીજી તરફ એક વૃક્ષ ચાની લારી પર પડ્યું હતુ. જેમા લારીની ખુરદો બોલાઈ ગયો હતો. મહિલા સાઈડ પર હટી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. લારી પર નભતી મહિલા પોતાના અંધ પુત્ર સાથે રહેતી હોય અને લારી તૂટી જતા મહિલાની રોજગારી સામે પ્રશ્ન ઊભા થયા છે.

 ચોમાસાની ઋતુનો 15 જુન પછી વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે. હાલમાં પણ ચોમાસુ બેસું ગયું હોવા ગઈ કાલે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમા દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદ 1 ઇંચ જેટલો નોંધાયો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે શહેરમાં ઘણા વૃક્ષો વર્ષો જુના હોય તેના મૂળિયા ઢીલા પડી ગયા હતા. દરમિયાન 18 જૂનના રોજ નિઝામપુરા વિસ્તારમાં આવેલા બે વિશાળકાય વર્ષો જુના વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા. એમએસ યુનિવર્સિટીના વિસ્તારમાં આવતા આ બંને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેમા વૃક્ષ પાસે ચાની લારી ચલાવતા મહિલા કેબિન પર પડ્યું હતું. જેમા લાઈનો ખુરદો નિકળી ગયો હતો. જોકે પવનના કારણે પડવાનો અવાજ આવતા લારી પર ચા બનાવતા મહિલા વહેલી દોડીને સાઈડ પર હટી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જેમા લારીની વ્યાપક નુકસાન થયું હોય મહિલા રોજગારી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મહિલા કોર્પોરેટર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ ફાયર બ્રિગેડને ઝાડ પડવા બાબતે જાણ કરી હતી. ઝાડ પડવાના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હોય ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક દોડી આવીને જાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. વડોદરા શહેરમાં હજુ પણ આવા વર્ષો પુરાણા વિશાળકાય વૃક્ષો હજુ પણ ઉભા છે ત્યારે પાલિકા દ્વારા આવા વૃક્ષોને ઉતારવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

 ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયાર નગર નજીક રાજીવ નગર-2 માં ગઈરાતે એક જર્જરિત મકાનનો ભાગ તૂટી પડતા રમતા બાળકોનો બચાવ થયો હતો. મકાનની ટેરેસનો ભાગ તૂટવાથી નીચે પાર્ક કાર અને બાઈક જેવા ત્રણથી ચાર વાહનોને નુકસાન થયું હતું.