મહારાષ્ટ્રના યુવાન સાથે છેતરપિંડી આચરનાર ભાવનગરના બે ગઠિયા ઝડપાયા
- ઓછા ભાવે અમેરિકન ડોલર મેળવવાની લાલચે યુવક ભાવનગર આવ્યો હતો
- વોરા બજારમાં યુવકના રૂ. 2.35 લાખ લઈને રફૂચક્કર થનારા બન્ને શખ્સો સામે ગુનો નોંધાયો હતો
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડી ખાતે રહેતા અબ્દુરરહેમાન વસીઉદ્દીન ઉમરી અંસારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ મારફત રાજ એસોસિએટ નામના એકાઉન્ટ ધારક સાથે સાથે સંપર્ક થયો હતો અને ગત તા.૨૦-૮ના રોજ વ્હોટ્સ એપ પર વાત થતાં શખ્સે તેમને ઓછા ભાવે અમેરિકન ડોલર જોઈતા હોય તો કહેજો તમને મળી જશે તેમ જણાવ્યું હતું. જેથી અબ્દુરરહેમાન વિશ્વાસમાં આવી જતાં ગત તા.૨૫-૮ના રોજ સવારે ભીવંડીથી ભાવનગર આવ્યા હતા. બાદમાં અનસ રહીમભાઈ બેલીમ અને પાર્થ ઉર્ફે લાલો રમેશભાઈ સરધારા રોકડા રૂ.૨.૩૪ લાખ લઈને રફુચકર થઈ ગયા હતા.આ બનાવમાં ગંગાજળિયા પોલીસે અનસ રહીમભાઈ બેલીમ અને પાર્થ ઉર્ફે લાલો રમેશભાઈ સરધારાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.