Gujarat

જામનગર શહેર અને વિભાપરના બે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બંને સામે ગુનો નોંધી અટકાયત કરી લેવાઇ : ત્રણ હથિયાર કબજે થયા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને વિભાપરના બે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા

Jamnagar : જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર બબ્બે હથિયાર રાખીને સીન સપાટા કરતો ફોટો- વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને બંને હથીયાર કબજે કરી લેવાયા છે. આ ઉપરાંત તેના જ મિત્ર એવા હાર્ડવેરના વેપારી વિભાપરના શખ્સ દ્વારા પણ પોતાના ઇન્સ્ટાગ્રામની આઈડીમાં એરગન દેખાડીને સીન સપાટા કર્યા હોવાથી સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેની અટકાયત કરી લઈ એર ગન સહિતના 3 હથિયાર કબજે કરી લેવામાં આવ્યા છે.

 આ બનાવની વિગત એવી છે કે, આ કામેના આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો રાજેન્દ્રસિંહ નારૂભા જાડેજા (રહે.મયુરનગર, શારદા સ્કુલ પાસે, જામનગર) વાળાએ પોતાના એક હાથમાં ડબલ બેરલ ગન તથા બીજા હાથમાં પિસ્ટલ વાળો ફોટો રાખી જાહેરમાં નિકળી સોશ્યલ મિડીયા પર પોતાની આઈ.ડી. ફેમસ કરવા પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર પોસ્ટ કરી આજદીન પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર રાખી હતી.

 આ ઉપરાંત આરોપી મિત રાજેશભાઇ ભીખાભાઇ પણસારા રહે. વિભાપર ગામ વાળાએ પોતાના હાથમા એરગન ફોટો રાખી જાહેરમાં નિકળી સોશ્યલ મિડીયા પર પોતાની આઈ.ડી. ફેમસ કરવા પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી ઉપર પોસ્ટ કરી આજદીન પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર રાખી બન્ને આરોપીઓએ જીલ્‍લા મેજીના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી સીટી સી.ડીવી. પો.સ્ટે.માં બંને આરોપીઓ સામે જી.પી.એકટ કલમ-135(1) મુજબ ગુના નોંધવામાં આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગીરથસિંહ જાડેજા જાતે ફરિયાદી બન્યા છે.

 પોલીસની ટીમ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી ત્રણ હથિયાર કબજે કરી લેવાયા છે, જ્યારે વધુ પૂછપરછ અને આગળની તપાસ માટે બંને આરોપીઓનો કબજો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે, જ્યાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વધુ તપાસ ચલાવે છે.