ડ્રીંક એન્ડ ડ્રાઈવ : વડોદરામાં દુમાડ ચોકડી પાસે મધરાતે કારમાંથી નશામાં ધૂત બે મિત્રો પકડાયા
Vadodara Drink and Drive : વડોદરામાં પીધેલા વાહન ચાલકોને કારણે અકસ્માતના અવારનવાર બનાવો બનતા હોય છે. જેને કારણે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દુબાડ ચેકપોસ્ટ ખાતે. ગઈ રાતે સમા પોલીસની ટીમ વાહનો ચેક કરી રહી હતી તે દરમિયાન પૂર ઝડપે અને વાંકીચૂકી આવી રહેલી થાર કારણે રોકવામાં આવી હતી. પોલીસે કારચાલકને તપાસતા તે નશામાં ધૂત હતો.
લીધેલા કાર્ડ ચાલકનું નામ પંકિલ ઉર્ફે પાર્થ નિલેશભાઈ ચૌહાણ (દીપક સોસાયટી,અભિલાષા પાસે,સમા) હોવાનું ખુલ્યું હતું. કારચાલકની પાસે બેઠેલો તેનો મિત્ર ગૌરવ મહેન્દ્રભાઈ પરદેશી (શિવાલય ફ્લેટ્સ પાણીની ટાંકી પાસે હરણી) પણ દારૂના નશામાં હોવાથી પોલીસે બંનેની સામે પીધેલાનો કેસ કરી કાર કબ્જે લીધી હતી.