Gujarat

મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા

By GS TEAM
5 Aug 20251 min read
મોડીરાતે દારૃ  પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા

 વડોદરા,દારૃનો નશો કરીને મોડીરાતે કારમાં ફરવા નીકળેલા બે મિત્રો પોલીસના હાથે ઝડપાઇ  ગયા હતા. પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે.

પાણીગેટ પોલીસે ગઇ મોડી રાતે નાઇટ રાઉન્ટ પેટ્રોલિંગમાં હતો. વાઘોડિયા રોડ ડી માર્ટ ત્રણ રસ્તા પાસે તેઓ વાહન ચેકિંગની કામગીરી કરી   રહ્યા હતા. રાતે સવા બે વાગ્યે ગણેશ નગર આર.સી.સી. રોડ તરફથી એક કાર ચાલક વાંકી ચૂંકી કાર ચલાવીને આવતો હોઇ તેને રોકી પૂછતા કાર ચાલકનું નામ સંજય ઉર્ફે ભૈયો સૈયદભાઇ ઠાકોર (રહે. ગણેશ નગર, ભાથુજી મંદિર પાસે) તથા તેની બાજુમાં બેઠેેલા યુવકનું નામ વિપુલકુમાર રતનભાઇ રાઠવા (રહે. વલ્લભ વાટિકા સોસાયટી, ભારત પેટ્રોલ પંપ પાછળ, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર  કબજે લઇ બંને સામે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી હતી.પોલીસે જણાવ્યું હતું કે, સંજયની કાર  હતી.  હાલમાં તે છૂટક કામ કરે છે. જ્યારે વિપુલ કોઇ કામ કરતો નથી. બંને મિત્રો દારૃનો નશો કરીને ફરવા નીકળ્યા હતા.