Get The App

જામનગરના જાંબુડા ગામના બે ખેડૂત સાથે રૂપિયા 2.57 લાખની છેતરપિંડી : મોટી ભાણુગરના પિતા પુત્ર સામે ફરિયાદ

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના જાંબુડા ગામના બે ખેડૂત સાથે રૂપિયા 2.57 લાખની છેતરપિંડી : મોટી ભાણુગરના પિતા પુત્ર સામે ફરિયાદ 1 - image

Jamnagar Fraud Case : જામનગર નજીક જાંબુડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સુરેશભાઈ પરસોત્તમભાઈ કાનાણી નામના 5% વર્ષના ખેડૂતે પોતાની સાથે તેમજ સુરેશભાઈ નામના અન્ય એક ખેડૂત સાથે 2,57,223 ની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે મોટી બાણુંગાર ગામના પિતા પુત્ર પ્રભુલાલ હિરજી ભેંસસદડિયા અને વિશાલ પ્રભૂલાલ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર 2021 ની સાલમાં આરોપી પિતા પુત્રએ બંને ખેડૂતો પાસેથી જુદી-જુદી જણસ ખરીદી હતી, જેમાં એક ખેડૂતની 1,86,467 એકલા 86,467 ની રકમ અને બીજા ખેડૂતની 70,756ની તકમ પિતા પુત્રએ ખરીદીના માલના ચુકવણી કરી હતી, અને સતત બહાના કાઢ્યા રાખતા હતા. જેઓ પૈસા ચૂકવતા માંગતા ન હોવાથી આખરે સુરેશભાઈ કાનાણી દ્વારા સમગ્ર મામલો પંચકોશી એ ડિવિઝન પોલીસની તકમાં લઈ જવાયો છે અને એ.એસ.આઈ. ડી.એ.રાઠોડએ બંને સામે છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.