Get The App

હળવદના કડીયાણા ગામે વોકળામાં ડુબી જતાં બે કૌટુંબિક ભાઇના મોત

Updated: May 31st, 2025

GS TEAM

Google News
Google News
હળવદના કડીયાણા ગામે વોકળામાં ડુબી જતાં બે કૌટુંબિક ભાઇના મોત 1 - image


- એક જ પરિવારના બે બાળકોના મોતથી હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા

- દાદા વાળીમાં કામ કરી રહ્યા હતા ત્યાર કાકા-બાપાના ભાઇઓ વોકળામાં ન્હાવા ગયા હતા

હળવદ : ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે યુવાનો નદી, કેનાલ કે તળાવમાં ગરમીથી રાહત મેળવવા માટે ન્હાવા જતાં હોય છે પરંતુ ઘણી વખત અજાણી જગ્યાએ ન્હાવા પડી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. આવોજ એક બનાવ હળવદ તાલુકાના કડીયાણા ગામે પણ કંઈક આ જ પ્રકારની ઘટના સામે આવી છે. જ્યાં કાકા-બાપાના ભાઇઓ વોકળામાં ન્હાવા ગયેલા કૌટુંબિક ભાઇઓ ડુબી જતાં મોત નીપજ્યું હતું.

હળવદ તાલુકાના કડીયાણા ગામના બે કૌટુંબિક ભાઇઓ શુક્રવાર સવારે નવ વાગ્યાની આજુબાજુએ વોંકળાના ખાડામાં ભરાયેલા પાણીમાં ન્હાવા જતા ડૂબી જતા મોત નીપજ્યું છે. કડીયાણા ગામે રહેતા આદિત્યભાઈ મુન્નાભાઈ (રાતડીયા) ભરવાડ (ઉ.વ.૧૩), પ્રિન્સ મુકેશભાઈ(રાતડીયા) ભરવાડ (ઉ.વ.૧૨) બંને સગા કાકા ભઈઝીના ભાઈઓ થાય છે. બંને ભાઇઓ દાદા સાથે ગામના પાદરમાં આવેલા તેમના ખેતરે ગયા હતા. 

દાદા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ખેતરની બાજુમાંથી જ પસાર થતા વોંકળાના ખાડામાં ભરાયેલા પાણીમાં આદિત્ય અને પ્રિન્સ બંને ન્હાવા પડયા હતા. જોતજોતામાં બંને અચાનક ડુબવા લાગતા તેના સાથી મિત્રએ તાત્કાલિક ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો અને પરીવારજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા. બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢી ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવારજનો માં દુઃખના વાદળો તુટી પડયા હતા. નાના એવા કડીયાણામાં શોકનું મોજું વ્યાપી ગયું હતું. બનાવને પગલે હળવદ પોલીસ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી ગઈ હતી, બંને બાળકોના મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. બંને બાળકોના મોતથી પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.કડીયાણા ગામમાં શોકનું મોજું વ્યાપી ગયું હતું.

Tags :