Gujarat

વડોદરા રેલ્વે ડિવિઝનના બે કર્મચારીઓને સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા

By GS TEAM
6 Aug 20252 mins read
TukuTouch Logo
ખામીઓ ધ્યાને આવતા જરૂરી ફરજ નિભાવી સંભવિત અકસ્માતની ઘટનાઓ ટાળી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલ્વે ડિવિઝનના બે કર્મચારીઓને સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા

Vadodara Railway Division : વડોદરા ડિવિઝનના બે કર્મચારી ફૂલ ચંદ્ર વર્મા (સ્ટેશન અધીક્ષક ) અને દીપક ખરે (ટ્રેન મેનેજર)ને DRM રાજુ ભડકે દ્વારા પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ પોતાની ફરજો બજાવતી વખતે સમયસર સંભવિત અકસ્માતો ટાળીને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી હતી.

ફૂલ ચંદ્ર વર્મા તેમની ફરજ દરમિયાન ટ્રેનોનું નિરીક્ષણ કરતી વખતે તેમણે એક ટ્રેનમાં તૂટેલો બ્રેક બ્લોક જોયો અને તરત જ મિયાગાંવ સ્ટેશન અધિક્ષકને જાણ કરી અને ટ્રેન રોકી હતી. નિરીક્ષણમાં બ્રેક બ્લોક તૂટેલો હોવાની પુષ્ટિ થતા તાત્કાલિક સમારકામ કરાયું હતું. જેથી સંભવિત અકસ્માત ટળ્યો હતો. જ્યારે દીપક ખરે (ટ્રેન મેનેજર) એ ટ્રેનનું નિરીક્ષણ કરતી વખતે કોચમાં બ્રેક બ્લોક અને વ્હીલ્સ વચ્ચે ધાતુના કણો અટવાયેલા જોવા મળ્યા, જેના કારણે વ્હીલ્સ જામ થઈ જવા સાથે વધુ ગરમ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક ડેપ્યુટી સ્ટેશન અધીક્ષક અને સીસીઆર/બીઆરસીને આ અંગે જાણ કરતા સમયસર જરૂરી કાર્યવાહી થઈ શકી હતી. તથા ટ્રેનના મધ્ય ભાગમાં બ્રેક પ્રેશરમાં અચાનક ઘટાડો જોયો. તેમણે તરત જ લોકો પાયલટને ફ્લેશર લાઇટ ચાલુ કરીને ટ્રેન રોકવાની સૂચના આપી હતી. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે એક શ્વાન એક વેગન સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે બે વેગનનો બીપી પાઇપ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. એની એક કિસ્સામાં ટ્રેનના પાછળના ભાગમાં 15મા વેગનમાં બ્રેક બ્લોક અને વ્હીલ્સ વચ્ચે ધાતુના કણો અટવાયેલા જોવા મળ્યા. બ્રેક શૂ વ્હીલ્સ સાથે ચોંટી ગયો હતો. ખરેએ એક પોઈન્ટમેનની મદદથી કણો દૂર કર્યા હતાં. તેમની સક્રિયતા અને ટેકનિકલ સમજણથી માત્ર ગંભીર ઘટનાઓ જ નથી રોકી, પણ સમયની બચત અને સંરક્ષાની મિસાલ પણ કાયમ કરી હતી. મંડળ રેલ પ્રભંધક રાજુ ભડકેએ આ કર્મચારીઓની પ્રશંસા કરતા કહ્યું, મુસાફરોની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. જ્યારે અમારા કર્મચારીઓ આ પ્રકારની સતર્કતા અને જવાબદારી નો પરિચય દર્શાવે છે, તો આ રેલવે માટે ગર્વની વાત છે.