જામનગરમાં નજીક ઠેબા ચોકડી પાસે ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓ ઘાયલ
Jamnagar Accident : જામનગર નજીક મતવા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા અજીતભાઈ બાબુભાઈ વારસાખીયા (ઉંમર વર્ષ 29) અને તેનો પિતરાઈ ભાઈ કિશોરભાઈ કરસનભાઈ (ઉ.વ.42) કે જેઓ બંને ગઈકાલે એક બાઈકમાં બેસીને જામનગર નજીક ઠેબા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 10 ટી.એક્કસ.5153 નંબરના ટ્રક ટેન્કરના ચાલકે બાઇકને અડફેટમાં લઈ લેતા બંને ભાઈઓને ફેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ છે. જે મામલે ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા આવી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગરમાં ક્રિકેટ બંગલા પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા પ્રવીણભાઈ ભોજાભાઇ વિંઝુડા નામના 40 વર્ષના ખેડૂત યુવાનને જી.જે. 10 સી.એમ. 4555 નંબરના બાઈક ચાલકે ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રરસ્ત યુવાન સારવાર હેઠળ છે.