ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત
- હળવદના લીલાપર નજીક અકસ્માત
- કારની ટક્કરે યુવકને હાથે પગે ફ્રેકચર ગંભીર ઈજા : ચાલક વિરૂદ્ધ ફરિયાદ
હળવદ : હળવદ તાલુકાના લીલાપર (ચંદ્રગઢ) ગામે કેનાલ પાસેથી બે પિતરાઈભાઈ બાઈકમાં જતા હતા ત્યારે ઇકો કાર ચાલકે સાઈડમાંથી ઠોકર મારતા બંને ભાઈઓને ઈજા પહોંચી છે. હળવદ પોલીસે આરોપી ઇકો કાર ચાલક વિરુધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પીપળા ગામમાં રહેતા અનિલભાઇ વસંતભાઇ દેત્રોજા (ઉ.વ.૨૪) મોટા બાપુના દીકરા સંજયભાઈ સાથે બાઇકમાં જઇ રહ્યા હતા. ત્યારે લીલાપર (ચંદ્રગઢ) ગામે કેનાલ પાસે પુરપાટ ઝડપે આવતી ઇકો કારના ચાલકે બાઇકને જમણી સાઇડ ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. જેમાં અનિલભાઈ દેત્રોજાને હાથે પગે ફ્રેકચર ગંભીર ઈજા અને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા કરી હતી. જ્યારે સંજયભાઈને દાઢીએ ટાંકાની ઈજા અને પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્ત અનિલભાઇએ હળવદ પોલીસ મથકે ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.