Gujarat

મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા

By GS TEAM
5 Oct 20251 min read
TukuTouch Logo
એન્ટી હ્યુમન ટ્રાફિક ઇન યુનિટ દ્વારા ગઈ તા. 25 સપ્ટેમ્બરના રોજ વાગરા તાલુકાના મુલેરગામ ખાતે આવેલ ચોગલે સોલ્ટ વકર્સ પ્રા.લિ. કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અને કંપનીમાં ઢગલામાંથી મીઠું ઉતારવાનું કામ કરતા ઉત્તર પ્રદેશના 16 વર્ષના સગીર તથા મીઠાના પેકેટ બનાવતા ઉત્તર પ્રદેશના 17 વર્ષના સગીરને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા

એન્ટી હ્યુમન ટ્રાફિક ઇન યુનિટ દ્વારા ગઈ તા. 25 સપ્ટેમ્બરના રોજ વાગરા તાલુકાના મુલેરગામ ખાતે આવેલ ચોગલે સોલ્ટ વકર્સ પ્રા.લિ. કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અને કંપનીમાં ઢગલામાંથી મીઠું ઉતારવાનું કામ કરતા ઉત્તર પ્રદેશના 16 વર્ષના સગીર તથા મીઠાના પેકેટ બનાવતા ઉત્તર પ્રદેશના 17 વર્ષના સગીરને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા. કંપનીના ડાયરેક્ટર પંકજ મહાવીર પ્રસાદ તોડી (રહે- આંગન એન્કલેવ, ઝાડેશ્વર, ભરૂચ) સામે ફરિયાદના આધારે વાગરા પોલીસે બાળમજૂર પ્રતિબંધ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.