Get The App

શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા

કિશોરી બીમાર પડતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા ત્યારે જાણ થઇ કે, ત્રણ મહિનાનો ગર્ભ છે

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News

 શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા 1 - imageવડોદરા.મકરપુરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર બે આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયા છે. ગર્ભવતી સગીરા હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશનો પરિવાર છેલ્લા ઘણા સમયથી વડોદરામાં મકરપુરા  વિસ્તારમાં રહેતો હતો. પરિવારની ૧૪ વર્ષની કિશોરીને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કિશોરી પ્રેગ્નન્ટ છે. જે અંગે હોસ્પિટલ દ્વારા મકરપુરા પોલીસને કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. એ.સી.પી. પ્રણવ કટારિયાની સૂચના મુજબ, મકરપુરા પી.આઇ. દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી  હતી.મહિલા  પોલીસ તથા કાઉન્સેલર દ્વારા કિશોરીની  પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં એવી વિગતો જાણવા મળી હતી કે, તે ઘરે એકલી હતી. તેનો લાભ ઉઠાવીને બે આરોપીઓ દ્વારા અલગ - અલગ સમયે કિશોરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેથી,  પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મકરપુરા  પોલીસે આરોપી અજય સુનિલભાઇ મહિડા,  ઉં.વ.૨૯ (રહે. વુડાના મકાનમાં, માણેજા) તથા એક સગીરને ઓળખી કાઢી ઝડપી પાડવામાં આવ્યા છે. કિશોરીને ત્રણ મહિનાનો ગર્ભ છે. પોલીસે જણાવ્યું હતું કે, ગુનાના પુરાવા મેળવવા માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવામાં આવશે.

Tags :