વડોદરામાં હરણી દેણા ચોકડી પાસે દારૂ ભરેલી બે કાર પકડાઈ, ભાગવા જતા એક કાર ડિવાઇડર પર ચડી ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા નજીક ગઈ મધરાતે હરણી પોલીસે દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી એક સગીર સહિત ત્રણ જણાને પકડ્યા હતા. પોલીસે રૂ.11 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હરણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મધરાતે કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા પોલીસે અમદાવાદ વડોદરા હાઇવે પર વાહનો ચેક કર્યા હતા. જે દરમિયાન એક કાર પૂર ઝડપે ભાગવા જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. કાર ચાલકે બેલેન્સ ગુમાવતા કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી. જેથી કારનો ડ્રાઇવર દિનેશભાઈ રાઠવા બેડવી ગામ છોટાઉદેપુર કાર મૂકીને ભાગી ગયો હતો. જ્યારે કારમાંથી અલીરાજપુર નો એક સગીર મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી.
દરમિયાનમાં પોલીસની બીજી એક ટીમે બીજી પણ એક કારને ઝડપી પાડી હતી અને તેમાં બેઠેલા સની હરિશ્ચંદ્ર યાદવ અને જીતેશ અંબાલાલભાઈ ઓડ (બંને રહે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ન્યુ સમા રોડ, વડોદરા) ને પકડ્યા હતા. પોલીસે બંને કારમાંથી રૂ.3.28 લાખની 1998 નંગ દારૂની બોટલ, ત્રણ મોબાઈલ અને બે કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.








