Gujarat
વડોદરાઃઉંડેરામાં એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી દારૃ ભરેલી બે કાર મળી
By GS TEAM
2 Aug 20251 min read

વડોદરાઃ વડોદરાના ઉંડેરા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી બે કારમાંથી દારૃનો જથ્થો મળી આવતાં પોલીસે ફરાર થઇ ગયેલા આરોપી જિગ્નેશ સામે ગુનો નોંધ્યો છે.
ઉંડેરાના ઇશાનિયા ફ્લોરેન્જા નામના એપાર્ટમેન્ટના ઓ ટાવરના બેઝમેન્ટમાં બે કારમાં દારૃનો મોટો જથ્થો ભરેલો હોવાની માહિતી મળતાં એલસીબી ઝોન-૧ની ટીમે દરોડો પાડયો હતો.
આ વખતે ઉપરોક્ત સ્થળે બે કારમાંથી જુદીજુદી બ્રાન્ડની રૃ.૧.૪૬લાખની કિંમતની ૭૩૧ બોટલ મળી હતી.જેથી પોલીસે કુલ રૃ.૬.૪૩લાખનો મુદ્દામાલ કબજે કરી જિગ્નેશ ઉર્ફે જય નરેન્દ્રભાઇ નાયડુ(ઇશાનિયા ફ્લોરેન્જા,ઉંડેરા)ને વોન્ટેડ જાહેર કર્યો છે.








