Get The App

ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં બે સગા ભાઇઓ પાણીમાં ડૂબ્યા, એકનું મોત, એકનો આબાદ બચાવ

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં બે સગા ભાઇઓ પાણીમાં ડૂબ્યા, એકનું મોત, એકનો આબાદ બચાવ 1 - image


Dhari News: ધારી તાલુકાના ભરડ ગામે એક ગમખ્વાર ઘટના બની છે. જ્યાં ચેકડેમમાં ડૂબી જવાથી એક યુવાનનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં સગા ભાઈઓ ડૂબ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભરડ ગામના બે સગા ભાઈઓ પોતાની ભેંસને પાણી પીવડાવવા માટે ગામના ચેકડેમ પાસે ગયા હતા. પાણી પીવડાવતી વખતે અચાનક બંને ભાઈઓ ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. આ ઘટનામાં એક ભાઈનો આબાદ બચાવ થયો, પરંતુ 21 વર્ષીય ભગીરથભાઈ વાળા ડૂબી ગયા હતા.

ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં બે સગા ભાઇઓ પાણીમાં ડૂબ્યા, એકનું મોત, એકનો આબાદ બચાવ 2 - image

ઘટનાની જાણ થતાં જ ધારી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. બગસરા અને અમરેલીથી ફાયર ફાઈટરની ટીમ અને તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ બે કલાકની ભારે જહેમત બાદ યુવાન ભગીરથભાઈનો મૃતદેહ ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર બચાવ કામગીરીમાં ભરડ ગામના સરપંચ મધુભાઈ વાળા અને સ્થાનિક લોકોએ પણ સહયોગ આપ્યો હતો. મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાને કારણે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છે.

Tags :