Gujarat

ઉત્તરસંડા ગામે તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત

By GS Team
7 Aug 20251 min read
This article was originally published on 7 Aug 2025
ઉત્તરસંડા ગામે તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત

- નડિયાદ ફાયર બ્રિગેડે મૃતદેહો બહાર કાઢ્યા

- સવારે ક્રિકેટ રમવા ગયેલા બાળકો ઘરે ન પરત ન આવ્યા : તળાવેથી ચંપલ મળતા જાણ થઈ

નડિયાદ : નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામના તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત થયા હતા. ફાયરબ્રિગેડે બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

નડિયાદ તાલુકામાં ઉતરસંડા ગામમાં રહેતા મધ્યપ્રદેશના ભીડેના નીરુસિંહ કલરકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમના બે બાળકોને કોચિંગમાં મૂકવાના હતા. જેમાં આજે સવારે મયંકસિંહ તેમજ હિરેનસિંહ ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારબાદ તેઓ ઘરે ના આવતા નીરુસિંહે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તળાવ ઉપરથી બંનેના ચંપલ મળી આવ્યા હતા. જેથી બંને દીકરાઓ તળાવમાં ડૂબી ગયાની શંકા ગઈ હતી. આ અંગેની જાણ થતા નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થલે દોડી ગઈ હતી. ટીમે તળાવમાં ડૂબી ગયેલા મયંકસિંહ (ઉં.વર્ષ ૯) તેમજ હિરેનસિંહ (ઉં.વ ૬)ના મૃતદેહને પાણીમાંથી શોધી બહાર કાઢ્યા હતા. આ બનાવની જાણ થતા મહાનગર પાલિકાના કમિશનર, વડતાલ પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.