Gujarat

DJ નો ધંધો કરવાે હતો,પૈસા નહી હોવાથી બે ભાઇઓ કારમાં DJ સાધનો ચોરી ગયા

By GS TEAM
24 Mar 20261 min read
DJ નો ધંધો કરવાે હતો,પૈસા નહી હોવાથી બે ભાઇઓ કારમાં DJ સાધનો ચોરી ગયા

વડોદરાઃ ડીજેનો ધંધો શરૃ કરવા માટે કારમાં ડીજેના સાધનો ચોરી જનાર બે ભાઇઓને પોલીસે ઝડપી પાડયા છે.

કપૂરાઇ ચોકડી પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી ત્યારે એક કારને તપાસતાં અંદરથી અક્ષય ગોપાલભાઇ રાઠવા અને તેનો કઝીન દેવાંગ ગોપાલભાઇ રાઠવા( નિશાળ ફળિયા, ચાચક ગામ,બોડેલી) મળી આવ્યા હતા.

કારમાંથી ડીજેના ૯ એમ્પ્લિફાયર,૮ ખંજરી,એક સાઉન્ડ લિમિટર જેવા રૃ.૫ લાખના સાધનો મળતાં પોલીસે તેના વિશે પૂછપરછ કરી હતી.જે દરમિયાન બંન જણાએ ડીજેનો ધંધો કરવો હોવાથી દુકાનો અને ડીજે તૈયાર કરતા લોકોને તપાસી ધનીયાવીના ગોડાઉનમાંથી સાધનોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.