Get The App

રહેણાંકી સોસાયટીમાં પડેલાં બે વાહનોમાંથી 13 લાખના દારૂ સાથે બે બુટલેગર ઝબ્બે

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
રહેણાંકી સોસાયટીમાં પડેલાં બે વાહનોમાંથી 13 લાખના દારૂ સાથે બે બુટલેગર ઝબ્બે 1 - image


- બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડનો ટોપ-થ્રી નજીક શિવમ અમૃત સોસાયટીમાં દરોડો 

- બન્નેની પૂછપરછમાં ભાવનગરના બે સહિત ત્રણના નામ ખુલ્યા : પોલીસે 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો 

ભાવનગર : શહેરના ટોપ-થ્રી સિનેમા નજીક રહેણાંકી સોસાયટીમાં રૂા.૧૨.૯૮ લાખની કિંમતના દારૂનો મસમોટો જથ્થો ભરેલાં બે વાહનો સાથે ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડે બે બુટલેગરને ઉઠાવી કુલ રૂા.૨૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે, બન્ને ઈસમોની પૂછપરછમાં વધુ ભાવનગરના બે સહિત વધુ ત્રણ નામો ખુલ્યા હતા. પોલીસે ફરિયાદની તજવીજ શરૂ કરી છે. 

ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલું પીકઅપ વાહન નં.જીજે.૦૧.બીએક્સ.૮૬૨૮ અને ઈકો કાર નંબર જીજે.૦૧.આરવાય.૪૮૮૯ ભાવનગરમાં આવ્યા છે અને શહેરના ટોપ-થ્રી સિનેમા પાસે ડી-માર્ટ મોલની પાછળ શિવમ અમૃત સોસાયટીમાં છૂપાયા છે. બાતમીના આધારે પોલીસની ટીમે બાતમી સ્થલે આવી સોસા.ના  શેરી નં.૩માં આવેલાં પ્લોટ નં.૧૩માં દરોડો પાડી બન્ને વાહનાને ઝડપી લીધા હતા. બન્ને વાહનોની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ કંપનીની વિદેશી દારૂની ૧૦૪૬ બોટલ કિં.રૂા.૧૨,૯૮,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જયારે, આ બન્ને વાહન સાથે રહેલાં રાજેશ ઉર્ફે રાજુ ભગતભાઇ મકવાણા (રહે.વસંતવિહાર સોસાયટી, ડી-માર્ટ મોલની પાછળ, ટોપ-થ્રી સિનેમા પાસે, ભાવનગર) અને સંજયકુમાર ભગવાનારામ ગોદરા,બિશ્નોઇ (ઉ.વ.૨૮,રહે. રાજસ્થાન)ને ઝડપી કુલ રૂા.૨૧,૦૮,૪૦૦નો  મુદામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં બન્ને શખ્સો ઉપરાંત તેમની સાથે દારૂની હેરાફેરીમાં વિક્રમ ઉર્ફે વિકી હરજીભાઇ જાબુંચા (રહે. ઘોઘારોડ,પેટ્રોલપંપની પાછળ, ભાવનગર), લાલો (રહે. શિવનગર, ભાવનગર) અને મોહન ગોદારા (રહે. રાજસ્થાન)ના નામ ખૂલ્યા હતા.પોલીસની ટીમે તમામ વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે. જયારે, રહેણાંકી વિસ્તારમાં દારૂનો મસમોટો જથ્થો મળી આવતાં ચકચાર મચી છે.

Tags :