Gujarat

જામજોધપુરમાં મોમાઈ માતાજીના મંદિર તેમજ બહુચરાજીના મંદિર પાસેથી વરલીમટકાનો જુગાર રમનારા બે બુકી પકડાયા

By GS TEAM
25 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં મોમાઈ માતાજીના મંદિરના ઓટલે તેમજ બહુચરાજીના મંદિર પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા બે વરલીના બૂકીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે જુગારધારા ભંગ બદલ ગુન્હા નોંધવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરમાં મોમાઈ માતાજીના મંદિર તેમજ બહુચરાજીના મંદિર પાસેથી વરલીમટકાનો જુગાર રમનારા બે બુકી પકડાયા

Jamnagar Gambling Crime : જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં મોમાઈ માતાજીના મંદિરના ઓટલે તેમજ બહુચરાજીના મંદિર પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા બે વરલીના બૂકીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે જુગારધારા ભંગ બદલ ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જામજોધપુરની પોલીસ ટુકડીએ ગઈકાલે ખરાવાડ વિસ્તારમાં આવેલા મોમાઈ માતાજીના મંદિરના ઓટલા પર બેસીને જાહેરમાં વરલીમટકાના આંકડાનું બેટિંગ લઈ રહેલા અનિલ અશોકભાઈ ચાવડા નામના શખ્સની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી વરલીના આંકડા લખેલી સ્લીપ તથા રોકડ રકમ સહિતનો સામાન કબજે કરી લેવામાં આવ્યો છે. અને તેની સામે જામજોધપુર પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત જામજોધપુર પોલીસે ખરાવડ વિસ્તારમાં જ આવેલા બહુચરાજીના મંદિર પાસેથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા રિયાઝ ભીખુભાઈ મુલતાનીની અટકાયત કરી લઈ તેની પાસેથી પણ વરલી મટકાના જુગારનો સામાન કબજે કરી લેવાયો છે, અને તેની સામે જુગાર ઘારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.