Gujarat

પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ, તંત્રમાં દોડધામ

By GS TEAM
29 Jun 20251 min read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જીપ પાકગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ, તંત્રમાં દોડધામ

Pavagadh News : પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જીપ પાકગ વિસ્તારમાં એક ઇનોવા કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની આગળ માંચી જવાના રસ્તા પાસે જીપ પાકગ પાસે અમદાવાદ પૂર્વ પાસિંગ GJ 27 સીરિઝની ઇનોવા કાર ગઇકાલે પાર્ક કરેલી હતી. સ્થાનિક રહીશોએ આ કાર ચાલુ અને એસી પણ ચાલુ હાલતમાં જોતા કારની પાછળની સીટ ઉપર એક યુવક અને યુવતી બેસેલા જણાયા હતા. 

આ કાર બીજા દિવસે પણ તે જ જગ્યાએ જોતા શંકા ગઇ હતી અને વાત વાયુવેગે ફેલાતા લોકટોળા જામ્યા હતા. પાવાગઢ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાડીમાં બેસેલા યુવક અને યુવતી બંનેની કોઈ હલન ચલન જણાઇ ન હતી જેથી વધારે શંકા જતા આખરે ટેકનિકલ માણસને બોલાવી ગાડીનો દરવાજો ખોલતા યુવક અને યુવતી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પોલીસે બંનેની લાશને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આ બંને મૃતકોની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રાથમિક તબક્કે બંને હિંમતનગરના આકોદ્રા ગામના હોવાનું બહાર આવ્યું છે.  પરંતુ બંનેની સાચી ઓળખ રાત્રે નવ વાગ્યા સુધી થઇ શકી ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગાડીના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.