Get The App

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી  ઝડપાયા 1 - image

કેમિકલ ચખાડી બેભાન જેવા બનાવી ચીલઝડપ કરતા હતા

અમરેલી જિલ્લા એલસીબી સ્ટાફે બન્ને આરોપીને પકડી સોનાનો ચેઈન તથા બાઈક વિગેરે મુદ્દામાલ કબજે લીધો 

રાજુલા: અમરેલી જિલ્લામાં વિવિધ ચીજવસ્તુને ચળકતી કરવાના કેમિકલ વેચવાના બહાને ગામડાઓમાં જઈ મહિલાની સાથે વાતચીત કરીને લીંબુ પાણીના નામે કેમિકલ જીભ પર મુકાવી ચાખવાનું કહી બેભાન જેવા બનાવીને સોનાના દાગીનાની ચીલઝડપ કરીને ભાગી જતાં બિહારના બે શખ્સોને અમરેલી જિલ્લા એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે લીધો છે.

અગાઉ બનેલા બનાવની વિગત એવી છે કે ધારી તાલુકાના ત્રંબકપુર ગામે વિવિધ લિકવીડ કેમિકલ વેચવાના બહાને બાઈક પર બેસીને બિહારના મહમદ શમશેર મહમદ ઇઝહાર શેખ અને  તેનો જોડીદાર મહમદ ઝીયા ઉલ મહમદ ગફુર ગયા હતા. આ બન્ને શખ્સોએ વિજ્યાબેન ટાંકના ઘરે જઈ સોના ચાંદીના દાગીના ચમકાવી દેવા અને વાસણને નવા જેવા ચમકતા કરી દેવા માટે કામ કરીએ છીએ એમ કહીને એના ઘરમાં રહેલો કળશો માગી ચમકાવી દીધો હતો. એ પછી એક પીળા કલરનું લિકવીડ કાઢીને આ લીંબું પાણી છે એમ કહીને ચાખવા આપતા વિજયાબેનને ચાખવા આપતા જ તેને જીભમાં સ્હેજ બળતરા થવા લાગી હતી. બાદમાં ચકકર આવવા લાગતા  એ જ વખતે આ બન્નેએ વિજયાબેને પહેરેલો  સોનાનો ચેઈનની ચીલઝડપ કરીને નાસી છુટયા હતા.