Get The App

સગીર બાળકી પર યુવકે ભુવા જાગરીયા કર્યા હોવાની અંધશ્રદ્ધા ફેલાવતા બે ભુવાઓનો ખોટા આરોપ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
સગીર બાળકી પર યુવકે ભુવા જાગરીયા કર્યા હોવાની અંધશ્રદ્ધા ફેલાવતા બે ભુવાઓનો ખોટા આરોપ 1 - image


Vadodara : વડોદરા વાસણા રોડ પર આવેલા દેવનગરમાં છેલ્લા એક મહિનાથી મંગળવારે બે ભુવા દ્વારા બેઠક કરવામાં આવતી હતી. જેમાં ઘણા લોકો આવતા પણ હતા. નિયમિત રીતે બેઠકમાં જતો યુવક એક મંગળવારે જઈ નહીં શકતા આ બંને ભુવાએ વિસ્તારમાં રહેતી એક મહિલાને તમારી દીકરી પર આ યુવકે ભુવા જાગરીયા કર્યા હોવાનો ખોટો આરોપ લગાવ્યો છે. દરમિયાન યુવક બેઠક પર ગયો હતો ત્યારે તેના પર હવા પૂરવાના પંપ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવકે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે બોગસ ભુવાઓએ અરજી આપી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે.

વાસણા ભાયલી રોડ પર આવેલા દેવનગર ખાતે રહેતા મિતેશભાઈ નામના યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે અમારા વિસ્તારમાં જીગર તથા સિધ્ધરાજસિંહ નામના બે ભુવાજી છેલ્લા એક મહિનાથી દર મંગળવારે બેઠક કરે છે. જ્યાં વિસ્તારમાંથી ઘણા લોકો પોતાની અલગ અલગ સમસ્યાઓ લઈને તેનું સમાધાન કરાવવા માટે આવતા હોય છે. જેમાં આ યુવક પણ દર મંગળવારે ત્યાં જતો હતો પરંતુ એક મંગળવારે યુવક ગયો ન હતો. ત્યારે જીગર નામના ભુવાએ તેમના વિસ્તારમાં રહેતા માતાને તેમની 8 વર્ષની સગીર દીકરી પર ભુવા જાગરીયા કર્યા હોવાનું જણાવ્યું હતું. જેના કારણે સગીરાના દીકરીના પરિવારના સભ્યો દ્વારા હવે આ મિતેશ નામના યુવક પર તવાઈ બોલાવી રહ્યા છે. ઉપરાંત મિતેશ તેમની બેઠકના સ્થળ પર ગયો હતો તે દરમિયાન તેમની ટોળકી પૈકીના એક શખ્સ છે. સાયકલમાં હવા પુરવાના પંપ વડે તેને મારવા માટે દોડ્યો હતો. ઉપરાંત આ ભુવાઓ દ્વારા યુવકને પતાવી દઈશું તેવી ધમકી પણ આપવામાં આવતી હોય છે. પરંતુ આ બંને ભુવાઓ સદંતર બોગસ છે અને એક પણ વાત તેમની સાચી હોતી નથી લોકોને ખોટા માર્ગે દોરી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. મિતેશ નામના યુવકે પોલીસ બોલાવી હોવા છતાં પણ બંને ભુવા

 વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી યુવક મોડીરાત્રીના સમયે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોતાની અરજી આપવીતી રજૂ કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાનો આક્ષેપ પણ યુવકે કર્યો છે.

Tags :