શિહોલી પાસે કારમાંથી દેશી દારૃના જથ્થા સાથે બે પકડાયા
ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર
પોલીસે રાજસ્થાનના શખ્સોને પકડીને ૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો ઃ દારૃ ક્યાંથી લવાયો તે જાણવા તપાસ
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને તેના કારણે ગાંધીનગર
જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી દારૃની હેરાફેરી વધી રહી છે. ત્યારે
ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી
આવી રહેલી એક કારમાં દેશી દારૃનો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ
દ્વારા સિહોલી પાસે બની રહેલા નવા બ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળી
કાર આવતા તેનો ઊભી રાખવામાં આવી હતી. જે કારમાં તપાસ કરતા વિદેશી દારૃ અને બિયરનો
મોટો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા ૯૬ જેટલી બોટલો કબજે કરીને કારમાં
સવાર રાજસ્થાનના ઘનશ્યામ રતનલાલ જાટ અને કિશોરસિંહ જયદીપસિંહ રાજપુતને ઝડપી
લેવામાં આવ્યા હતા. દારૃનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો
તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી હતી. કુલ ૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે
કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી