Get The App

ધોળકાના સરોડા રોડ પરથી નશાકારક કફ સીરપની 2600 બોટલ સાથે બે ઝડપાયા

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ધોળકાના સરોડા રોડ પરથી નશાકારક કફ સીરપની 2600 બોટલ સાથે બે ઝડપાયા 1 - image


ગ્રામ્ય પંથકમાં પ્રતિબંધિત કફ સીરપનું ધૂમ વેચાણ

પાટણના શખ્સે અમદાવાદના શખ્સ મારફતે કફ સીરપનો જથ્થો મોકલાવ્યો હતોઃ૫.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

બગોદરાધોળકાના ગ્રામ્ય પંથકમાંથી નશાકારક કફ સિરપના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ધોળકા રૃરલ પોલીસે ચલોડા ગામથી સરોડા ગામ જતા રોડ પર એક લોડિંગ ટેમ્પોમાંથી ૫.૭૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે. 

?ધોળકા રૃરલ પોલીસને વહેલી સવારે ૦૨ઃ૩૦ વાગ્યા દરમિયાન બાતમી મળી હતી કે, ?એક છોટા હાથી ટેમ્પોમાં નશાકારક કફ સિરપનો ગેરકાયદેસર જથ્થો લાવવામાં આવી રહ્યો છે. તેના આધારે, ધોળકા રૃરલ પોલીસ અને બે સરકારી પંચોએ સરોડા-ચલોડા રોડ પર રોઝ એન્ડ ક્રાઉનની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન, બાતમીવાળા વાહનને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. 

?પોલીસે લોડિંગ ટેમ્પોના ડ્રાઇવર પ્રભુભાઈ મહેન્દ્રભાઈ નાઈ (ઉં.વ.૨૭, રહે.સિદ્ધપુર,પાટણ) અને તેની સાથે સવાર અજયભાઈ દેવાભાઈ કાંગસીયા (ઉં.વ.૨૩, રહે.ધોળકા)ની ધરપકડ કરી છે.  ?વાહનની તપાસ કરતા તેમાંથી નશાકારક કફ સિરપની કુલ ૨૬૦૦ બોટલ (કિં.રૃ. ૪,૬૦,૨૦૦)મળી આવી હતી. આ કફ સિરપમાં કોડીન ફોસ્ફેટ અને ટ્રિપોલિડીન હાઇડ્રોક્લોરાઇડ જેવા તત્વો હતા, જેનો ઉપયોગ નશા માટે થતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નશાકારક કફ સિરપ જથ્થા ઉપરાંત લોડિંગ ટેમ્પો (કિં.રૃ.૧,૦૦,૦૦૦) અને બે મોબાઇલ (કિં.રૃ.૧૦,૦૦૦) મળી કુલ ૫,૭૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યોે હતો. 

??પોલીસની પૂછપરછમાં, ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે આ કફ સિરપનો જથ્થો તેમને પાટણના પારસભાઈ ઉર્ફે લાલાભાઈએ અમદાવાદના કે.પી. મારફતે મોકલ્યો હતો. આ કૌભાંડમાં સામેલ ફરાર આરોપીઓ પારસભાઈ ઉર્ફે લાલાભાઈ અને કે.પી.ને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ?આ કેસ ધોળકા રૃરલ પોલીસ સ્ટેશનમાં નાર્કોેટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮(ભ), ૨૧(બ), અને ૨૯ હેઠળ નોંધવામાં આવ્યો છે.

Tags :