Gujarat

ભરૂચના વડાદલા અને જોલવા ગામ ખાતે ગેસ રિફલિંગ કરતા બે ઝડપાયા, 26 બોટલો સહિત 40 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

By GS TEAM
1 Sep 20252 mins read
TukuTouch Logo
આરોપીઓ ભરેલા મોટા ગેસના બોટલમાંથી નાના ગેસના બોટલમાં રિફલિંગ કરી વેચાણ કરતા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચના વડાદલા અને જોલવા ગામ ખાતે ગેસ રિફલિંગ કરતા બે ઝડપાયા, 26 બોટલો સહિત 40 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

Bharuch Gas Refilling : ભરૂચ એસઓજીની ટીમે વાગરા તાલુકાના વડાદલા ગામ અને જોલવા ગામ ખાતે દરોડા પાડી ગેસ રિફલિંગ કરી રહેલ બે વ્યક્તિઓને ઝડપી પાડી ગેસના 26 બોટલો સહિત કુલ રૂ.40 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

ભરૂચ એસ.ઓ.જી પોલીસની ટીમને માહિતી મળી હતી કે, જોલવા ગામ મિલેનિયમ માર્કેટ નજીક રહેતા શશિ નામનો વ્યક્તિ તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં ગેસ રિફિલિંગ કરી ગેસના બોટલ વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી શશિ કેવટ (રહે-જોલવા ગામ, વાગરા/મૂળ રહે-બિહાર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી 19 કિલોના કોમર્શિયલ ગેસ બોટલમાંથી પાંચ કિલોના ગેસના બોટલમાં ગેરકાયદેસર રિફલિંગ કરતો હતો. પોલીસે સ્થળ પરથી 6 ગેસના ભરેલા બોટલ, ખાલી ગેસના બોટલ 8 નંગ, રિફલિંગ પાઇપ, વજન કાંટો મળી કુલ રૂ. 20,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજા બનાવમાં વડાદલા ગામે રોયલ કોમ્પલેક્ષમાં એક વ્યક્તિ દુકાનમાં ગેસ રીફલિંગ કરી વેચાણ કરી રહ્યો હોવાની માહિતી એસોજીને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી ગેસ રીપેરીંગનું કામ કરતા શંભુલાલ બંસીલાલ ભીલ (રહે-વડાદલા ગામ,/મૂળ રહે-રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. આરોપી 19 કિલોના કોમર્શિયલ બોટલમાંથી પાંચ કિલોની બોટલમાં ગેસ રીફલીંગ કરતો હતો. પોલીસે સ્થળ પરથી 6 ગેસ ભરેલા બોટલ, 6 ખાલી બોટલ, રીપેરીંગ પાઇપ, વજન કાંટો મળી કુલ રૂ.19,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દહેજ પોલીસે આરોપીઓનો કબ્જો મેળવી બેદરકારી દાખવી લોકોની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.