નેત્રંગના કાંટીપાડા ગામે જુગાર રમતા બે ઝડપાયા, ત્રણ ફરાર
Bharuch Gambling Raid : નેત્રંગ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાંટીપાડા ફોરેસ્ટ કંપની ગામે કેટલાક લોકો ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી પરવેશ અને દિનેશને ઝડપી પાડ્યા હતા ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય નાસી છૂટ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન કુલ રૂ.930નો મુદ્દામાલ કબજે કરી પરવેશ ઉર્ફે પરેશ ઠુઠિયો પરસોત્તમભાઈ પારસી અને ( બન્ને રહે-ઝરણા ફોરેસ્ટ ગામ તા. નેત્રંગ), કિશન રમેશભાઈ વસાવા, બળદેવ મંગાભાઈ વસાવા અને સતીશ પરષોત્તમભાઈ વસાવા (ત્રણેવ રહે-ફોરેસ્ટ કંપની ગામ, તા. નેત્રંગ) વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.