Get The App

ઝુડીયોની ફ્રેન્ચાઈઝીના બહાને રૂ.31 લાખ પડાવનાર ઈંદોરના પત્રકાર સહિત બે ઝડપાયા

માત્ર ફ્રેન્ચાઈઝી બહાને સાયબર ફ્રોડ કરતી બિહારના નવાદાની ગેંગની સંડોવણી

પત્રકારે ગેંગનો સંપર્ક કરી ફેક વેબ માટે ડેવલોપર શોધી આપ્યો હતો

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
ઝુડીયોની ફ્રેન્ચાઈઝીના બહાને રૂ.31 લાખ પડાવનાર ઈંદોરના પત્રકાર સહિત બે ઝડપાયા 1 - image



- માત્ર ફ્રેન્ચાઈઝી બહાને સાયબર ફ્રોડ કરતી બિહારના નવાદાની ગેંગની સંડોવણી


- પત્રકારે ગેંગનો સંપર્ક કરી ફેક વેબ માટે ડેવલોપર શોધી આપ્યો હતો 


સુરત, : સુરતના રાંદેર રોડ વિસ્તારના યુવાન વેપારીને ચીખલીમાં ઝુડીયોની ડીલરશીપ આપવાના બહાને રૂ.31 લાખ પડાવવાના પ્રકરણમાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઈંદોરના પત્રકાર અને ઉજ્જૈનના વેબ ડેવલોપરની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાંદેર રોડ ખાતે રહેતા અને નવસારીના ચીખલીમાં દુકાનો ધરાવતા 30 વર્ષીય વેપારી ચિરાગભાઈ ( નામ બદલ્યું છે ) ને ઝુડીયોની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને ભેજબાજોએ રૂ.31 લાખ પડાવ્યા હતા.આ અંગે ચિરાગભાઈએ ગત બુધવારે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.સાયબર ક્રાઈમ પોલીસે આ પ્રકરણમાં ગતરોજ વેબ ડેવલોપર રવિ મનોહર પાટીદાર ( ઉ.વ.29, રહે.ઘર નં.3, લોટસ પ્લેટીનમ, મેક્સિ રોડ, મંગલધામ કોલોનીની સામે, ઉજ્જૈન, મધ્યપ્રદેશ ) અને ન્યુઝ એજન્સીમાં પત્રકાર પ્રશાંત મોહનદાસ કસેરા ( ઉ.વ.50, રહે.71, શ્રી લક્ષ્મી નગર, એરોડ્રમ પોલીસ સ્ટેશનની પાછળ, એરપોર્ટે રોડ, પરમહંસ નગર, ઇંદોર, મધ્યપ્રદેશ ) ની ધરપકડ કરી આજરોજ તેમને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.


ઝુડીયોની ફ્રેન્ચાઈઝીના બહાને રૂ.31 લાખ પડાવનાર ઈંદોરના પત્રકાર સહિત બે ઝડપાયા 2 - image


પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરતના વેપારી સાથે ઝુડીયોની ફ્રેન્ચાઈઝી આપવા માટેનું ફ્રોડ બિહારના નવાદામાં સક્રિય માત્ર ફ્રેન્ચાઈઝી આપવાના બહાને સાયબર ફ્રોડ કરતી ગેંગે કર્યું હતું.આ ગેંગે લોકોને ફસાવવા માટે જાણીતી કંપનીના નામના ફેક વેબપેજ અને ફેક ઈમેઈલ આઈડી બનાવવા સારા ડેવલોપર જોઈએ છે તેવી જાહેરાત સોશીયલ મીડિયામાં આપી હતી,તે જાહેરાત પત્રકાર પ્રશાંત કસેરાએ જોઈ હતી અને વ્હોટ્સએપ મારફતે નવાદા ગેંગનો સંપર્ક કરી તેમની જરૂરીયાત મુજબ ઝુડીયોનું ફેક વેબપેજ અને ફેક ઇમેઇલ આઈડી બનાવવા ઉજ્જૈનમાં નેક્સન ટેક ડીજીટલ માર્કેટીંગ સોફ્ટવેર કંપની ચલાવતા રવિ પાટીદારને સંપર્ક કરાવ્યો હતો.રવિએ ગેંગને વેબપેજ અને ઇમેઇલ આઈડી બનાવી આપ્યા હતા.ઘણા સમયથી સક્રિય નવાદા ગેંગને પકડવા એક વર્ષ અગાઉ દિલ્હી પોલીસ પહોંચી હતી.તે સમયે ગેંગે દિલ્હી પોલીસ ઉપર ફાયરીંગ કર્યું હતું.

Tags :