ભરૂચની પાણીયાદાર ચોકડી પાસે પથ્થરનો ઘા કરી ટેમ્પોનો કાચ તોડનાર બે ઝડપાયા
Bharuch : હાસોટના મોથીયા ખાતે રહેતા ડ્રાઇવર શંકરભાઈ ભરવાડએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે મેં તથા કંડકટર જેતુભાઈ અમદાવાદની કંપની ખાતે જવા માટે આયસર ટેમ્પો લઈ નીકળ્યા હતા. પાણીયાદાર ચોકડી પાસે બાઈક સવાર બે અજાણ્યા ઇસમોએ પથ્થરનો ઘા કરતા મારા ટેમ્પોનો કાચ તૂટી ગયો હતો. અને બંને શખ્સોએ અમને અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે દહેજ પોલીસને જાણ કરતાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી આવી બંને હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા.