Gujarat

પાણીગેટમાં બિલ્ડરની ઓફિસમાંથી રોકડા ૬ લાખની ચોરી કરનાર બે ઝડપાયા

By GS TEAM
11 Aug 20252 mins read
પાણીગેટમાં  બિલ્ડરની ઓફિસમાંથી રોકડા ૬ લાખની ચોરી કરનાર બે ઝડપાયા

વડોદરા,પાણીગેટ વિસ્તારમાં આવેલી બિલ્ડરની ઓફિસમાંથી ચોર ટોળકી રોકડા ૬ લાખ અને ડીવીઆર ચોરી  ગઇ હતી. જે અંગે બિલ્ડરે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

 આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા બિલ્ડર હમજાભાઈ હારૃણભાઇ મેમણની પાણીગેટ હરિશ પેટ્રોલ પંપની બાજુમાં ન્યૂ હેવન એન્કલેવ નામની બિલ્ડિંગમાં ઓફિસ આવેલી છે. ગત ૭ મી તારીખે સાંજે ઓફિસ બંધ કરીને બિલ્ડરના પિતા સ્ટાફ સાથે ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે સવારે તેમના પિતા ઓફિસે સ્ટાફ આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. ચોર ટોળકી લોક ડૂપ્લિકેટ ચાવીથી ખોલીને અથવા તોડીને ટેબલના ડ્રોવરમાં મુકેલા ૬ લાખ રોકડા લઈ ગઈ હતી. તેમજ ઓફિસનું લોક તોડીને સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ વાયરો કાપીને ચોર લઈ ગયા હતા.  ચોર ટોળકીએ ડૂપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો હોવાની શક્યતા હોઇ આ ચોરી કોઇ જાણભેદૂએ કરી હોવાની શંકાના આધારે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



પાણીગેટમાં  બિલ્ડરની ઓફિસમાંથી રોકડા ૬ લાખની ચોરીવાળી મેટરમાં બોક્સ....

ઓફિસમાં કામ કરતા કર્મચારીએ લોનની ચૂકવણી માટે ચોરી કરી

વડોદરા,

પોલીસે  હાથ ધરેલી  તપાસ દરમિયાન આ ચોરી ઓફિસમાં નોકરી કરતા બરકતખાન જહાંગીરખાન પઠાણ તથા તેના મિત્ર સલમાન સલીમભાઇ ઘોરી (બંને રહે. જય અંબે નગર, આજવા રોડ) એ કરી હોવાનું બહાર  આવતા પોલીસે બંનેને ઝડપી પાડયા હતા.  પોલીસે આરોપીઓ પાસેથી રોકડા સાડા પાંચ લાખ કબજે કર્યા છે. બેંકની લોન ચૂકવવા માટે આરોપીએ ડૂપ્લિકેટ ચાવી વડે ઓફિસ ખોલી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.