Gujarat

કારેલીબાગના અંબાજી મંદિરમાંથી ચોરી કરનાર બે ઝડપાયા

By GS TEAM
5 Oct 20251 min read
કારેલીબાગના અંબાજી મંદિરમાંથી ચોરી કરનાર બે ઝડપાયા

વડોદરા,કારેલીબાગના  અંબાજી માતાના મંદિરમાંથી બે દાનપેટી ઉઠાવી જનાર બે ચોરને ડીસીબીએ ઝડપી પાડયા છે. જ્યારે ચોરીમાં સંડોવાયેલા ત્રીજા સગીરની શોધખોળ હાથ ધરી છે.

પાણીની ટાંકી રોડ પર આવેલી હસ્તિના પુર સોસાયટીના અંબાજી મંદિરમાંથી ચોર બે દાનપેટી ઉઠાવી ગયા હતા. જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ડીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોર ઓળખાયા હતા. સંગમ  વિજય નગર પાસે મોપેડ પાર્ક કરીને બેઠેલા (૧) અજય કમલેશભાઇ રાજપૂત (રહે. એકતાનગર, આજવા રોડ) તથા (૨) રોહન જગદીશભાઇ રાજમલ (રહે. સંજય નગર, વારસિયા)ને ઝડપી પાડયા હતા. આરોપીઓએ દાનપેટી તોડી રૃપિયા કાઢી લઇ પેટી સંજય નગર ખાતે ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૧૩,૫૮૮, મોપેડ, મોબાઇલ મળીને કુલ રૃપિયા ૬૮,૦૮૮ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.અજય સામે અગાઉ ચીલઝડપના ૧૦, રોહન સામે લૂંટ, ઘરફોડ સહિતના ૧૪ ગુનાઓ નોંધાયા છે.