Gujarat
તરસાલીમાં મોપેડની ડીકીમાં દારૃની બોટલો મૂકી વેચતા બે ઝડપાયા
By GS TEAM
23 Jun 20251 min read

વડોદરા,તરસાલી ચોરાવાળા ફળિયામાં રહેતો વિજય ઉર્ફે બોડો તથા તેનો સાગરીત જીગર પઢિયાર મોપેડની ડીકીમાં દારૃ મૂકીને વેચતા હોવાની માહિતીના આધારે મકરપુરા પોલીસે રેડ કરતા વિજયસિંહ હરિશસિંહ ટાટોડ તથા જીગરકુમાર શૈલેષભાઇ પઢિયાર ( બંને રહે. ચોરાવાળું ફળિયું, તરસાલી ગામ) ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દારૃની ૨૨ બોટલ, મોપેડ અને મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૭૪,૬૩૦ નો મુદ્દામાલ કબજ ે કર્યો છે.વાડી પોલીસે વાડી નાની શાક માર્કેટ પાસેથી બિયરની ૪૨ બોટલ કિંમત રૃપિયા૫,૧૬૦ સાથે આરોપી લાલુ ઉર્ફે બોબડો કાંતિભાઇ ચુનારાને ઝડપી પાડયો છે. જ્યારે દારૃ આપનાર વિપુલ ઉર્ફે મોટોને વોન્ટેડ જાહેર કર્યો છે.








